બ્લોગને અલગ અલગ ભાષામાં જૂઓ

આ બ્લોગને બીજી ભાષામાં જોવા માટે ફ્લેગ પર ક્લીક કરો
ArabicBlogger Tips And Tricks|Latest Tips For BloggersFree BacklinksBlogger Tips And Tricks Korean Japanese Chinese Simplified
Russian Portuguese English French
German Spain Italian Dutch

Friday 12 April, 2013

સોરઠની ધરાના પાવન સંતો-મહંતો



ભકત નરસિંહ મહેતા

ભાવનગર જિલ્‍લાના તળાજા ખાતે નાગર જ્ઞાતિમાં જન્‍મયા હોવા છતાં ભકિત માર્ગનો જંડો લઇને અછુત જ્ઞાતિને આંગણે જઇ કરતાલ, મંજીરાથી ભગવાનની ભકિતમાં રંગાઇને અભેદભાવનો બોધપાઠ આપ્‍યો, સ્‍વરચિત આધ્‍યાત્મિક સત્‍યયો સમજાવતાં પદો રચ્‍યાં છે. એ વખતના જૂનાગઢનાં રામાંડલિકની આકરી કસોટીમાંથી પસાર થઇ ભગવંત મહિમાનું સાચું દર્શન કરાવ્‍યું. લોકભોગ્‍ય ભાષાના તેમના પદમાં શુદ્ઘ વેદાંત વણાયેલું છે. મહાત્‍મા ગાંધીજીનું પ્રીય ભજન ‘‘વૈષ્‍ણવ જન તો તેને રે કહેયે જે પીડ પરાઇ જાણે રે...’’ એ કૃતિ નરસિંહ મહેતાની છે. નરસિંહ મહેતાએ મોટા ભાગનો જીવનકાળ જૂનાગઢમાં વિતાવ્‍યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તેમની કર્મભૂમી જૂનાગઢ હતી.
શેઠ સગાળશા
વણિક જાતિમાં જન્‍મેલા શેઠ સગાળશા અને તેમની પત્‍ની સંગાવતી જૂનાગઢ નજીકના બીલખા ગામે રહેતાં હતાં. ગૃશસ્‍થશ્રમનું પાલન કરી સાધુસંતોની સેવા કરતાં આ દંપતિએ રોન એક સાધુને જમાડીને પછી જ જમવાનું આકરું વ્રત લીધું હતું. ભકતની કસોટી કરવા સાધુ સ્‍વરૂપે આવેલાં ભગવાનને તેમના એકના એક પુત્ર ચેલૈયાનું ભોજન માગતા આ દંપતિએ તેને વધેરીને ખાંડણીમાં ખાંડીને પ્રસાદ ધર્યો. કસોટીથી પ્રસન્‍ન થયેલા ભગવાને ચેલૈયાને પુનઃજીવીત કરી શેઠ સગાળશાને આશીર્વાદ પાઠવ્‍યા. બીલખામાં એ સ્‍થળ અને ચેલૈયાની જગ્‍યા આજે પણ મોજૂદ છે.
સંત દેવીદાસ
સંત દેવીદાસ જન્‍મ રબારી કોમમાં થયો હતો. પરબની પ્રખ્‍યાત જગ્‍યાના સ્‍થાપક સંત દેવીદાસ રકતપીત્તના દર્દીઓ અને કોઢ રોગથી પિડાતાં દર્દીઓની સેવા પોતે જાતે જ કરતાં. યુવાન આહિર કન્‍યા અમરબાઇ સાસરે જતાં રસ્‍તામાં પરબની જગ્‍યાએ દર્શન ગયેલાં અને સંત દેવીદાસની સેવા, નિષ્‍ઠાથી આકર્ષઇ સંસારનો ત્‍યાગ કરીને આજન્‍મ તેની સાથે રહ્યાં, અને રકતપીત્તના દર્દીઓની સેવા કરી. સંત દેવીદાસની સમાધિ જૂનાગઢ જિલ્‍લાના ભેંસાણ નજીક આવેલી છે, જેની આજે પણ પૂજા થાય છે.
આપા ગીગા
તોરી રામપર ગામે ગધ્‍ધઇ કુટુંબમાં જન્‍મેલાં ગીગા ભગતે ચલાલાના સમર્થ ભકત આપા દાનાની જગ્‍યામાં ઉછરીને સતાધાર ગામે સેવા ભકિતનાં આદર્શથી સંસ્‍થા શરૂ કરી. ગૌ સેવા, ગરીબોની સેવા અને અયાચક વૃતિ જેવા આદર્શો સાથે જીવન વિતાવ્‍યું. વિસાવદર નજીક આવેલા સતાધાર ખાતે આજે પણ હજારો શ્રધ્‍ધાળુઓ, યાત્રિકો ગીગા ભકતની સમાધિનાં દર્શને ઉમટે છે.
સહજાનંદ સ્‍વામિ
સ્‍વામિનારાયણ સંપ્રદાયના સ્‍થાપક સહજાનંદ સ્‍વામીનું મૂળનામ ઘનશ્‍યામ હતું. ઉત્તર પ્રદેશના અયોધ્‍યા પાસેના છપૈયા ગામે બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્‍મ થયો હતો. બારેક વર્ષની નાની વયે તેઓ ઘર છોડીને ફરતા ફરતા જૂનાગઢ જિલ્લાના શીલ પાસેના લોજપુર (લોએજ) ગામના મહાત્‍મા રામાનંદજીના શિષ્‍ય બન્‍યા હિન્‍દુ ધર્મનો પુર્નોદ્ઘાર કરી સ્‍વામીનારાયણ ધર્મનું સ્‍થાપન કર્યું. કચ્‍છ-સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં ઘણાં મંદિરો બંધાવ્‍યાં. અનુયાયી વર્ગ માટે મજબૂત નૈતિક બંધારણ ઘડયું ગામડે-ગામડે ઘુમીને ઉપદેશથી લોકોને દુર્વ્‍યસનોનો ત્‍યાગ કરાવ્‍યો.
ભકત ઇસરદાનજી
રાજસ્‍થાનના ચારણ કુળમાં જન્‍મેલા ઇસરોનજી યુવાન વયે ગિરનારની યાત્રાએ આવેલા અને નવા નગરના જામ રાવળ સાથે ભેટો થયો. કવિત્‍વ શકિતથી અભિભૂત થયેલા જામ સાહેબે તેમને ગામ ગરાસ આપેલાં.
શ્રીમાન નથુરામ શર્મા
ઝાલાવાડના મોજીદડ ગામે બ્રાહ્મણકુળમાં જન્‍મેલા નથુરામ શર્માએ ઉપનિષદો અને બીજા અનેક અઘરાં સંસ્‍કૃત ગ્રંથો પર ગુજરાતીમાં ટીકા લખી છે. જૂનાગઢનાં બીલખા ગામે આનંદાશ્રમની સ્‍થાપના કરી તેઓએ ત્‍યાં વસવાટ કર્યો. આજે પણ બીલખાના આનંદાશ્રમમાં સંસ્‍કૃત અદ્યયન તેમજ પ્રચાર પ્રસારની કામગીરી ચાલી છે. દેવતણખી ભગત
જૂનાગઢ પાસેના મજેવડી ગામે લુહાર જાતિમાં જન્‍મેલાં દેવતણખી ભકત દેવાયત પંડિતના સંસ્‍ર્ગથી ભકત થયા આજે પણ સમસ્‍ત લુહાર જાતિ મજેવડીમાં તેમની તથા તેમની પુત્રી વીરલબાઇની સમાધિના દર્શન કરી ધન્‍ય બને છે.
સંત મૂળદાસ
ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જાતિમાં જન્‍મેલાં સંત મૂળદાસે લુહારી કામ માટે કોલસા પાડતી વેળા એ એક લાકડામાં અસંખ્‍ય કીડીઓ સળગતી જોઇ, સંસારની અસારતાનો ખ્‍યાલ આવ્‍યો. ગોંડલની વડવાળા જગ્‍યાના સમર્થ સંત જીવણદાસના (લોહંગ સ્‍વામી) સંસર્ગ પછી શેષ જીવન અમરેલીમાં ગાળ્યું. આજે પણ અમરેલી ખાતે આવેલ સંત મૂળદાસની સમાધિએ લુહાર જ્ઞાતિ તેમજ ગોંડલિયા સાધુ સમાજ દર્શનાર્થે જાય છે તેમજ મૂળદાસ જયંતિ પણ ઉજવાય છે.
વાજસુર ભકત
જીવનભર જીવદયાના ઉપાસક રહેલાં વાજસુર ભકતનો જન્‍મ જૂનાગઢ જિલ્‍લાના માણાવદર પાસેનાં ઇન્‍દ્રા ગામે થયો હતો. ભાણ સાહેબના શિષ્‍ય સંત કાનજીસ્‍વામી સાથે જીવનભર રહી વડાલમાં સ્‍થાપેલી સંસ્‍થા અને તેમની સમાધિ આજે પણ મોજૂદ છે.
ભકત રાણીંગ
સોરઠ પ્રદેશના રોડસર ગામે બારોટ જાતિમાં જન્‍મેલાં ભકત રાણીંગે નાનપણથી દિક્ષા લઇને કાઠી, કોળી, કારડીયા વગેરે જાતિઓમાં ફરીને ભકિત-ભાવની ગંગા વહેવડાવી.
સંત મુંડિયા સ્‍વામી
મુંડિયા સ્‍વામીના નામે ઓળખાતા દયારામ જૂનાગઢ તાબાના ડમરાળા ગામે જન્‍મયા હતા. કુંભાર કરમણ ભકતના સત્‍સંગથી ઉરમાં પ્રગટેલાં વૈરાગ્‍યથી ઘરબાર છોડીને કચ્‍છમાં વસ્‍યા, પાછળથી જામનગર ખાતે તેમનો દેહત્‍યાગ થતાં જામનગરમાં તેમની સમાધિ છે.
બાળક સ્‍વામી
કેશોદ તાલુકાના મેસવાણ ગામે બાળક સ્‍વામી બાપુની સમાધિ આવેલી છે. લોકવાયકા મુજબ બાળક સ્‍વામીએ છ સમાધિ લીધેલી છે. આજે પણ સાધુ સમાજના મેસવાણી અટકના સાધુ તેમની સમાધિના દર્શનાર્થે જાય છે.

No comments: